Infodamic in corona pandemic
લગભગ દોઢેક વર્ષ પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં એક જ દિવસે સરકારી હોસ્પિટલો બાળકોથી ઉભરાવા માંડી. હજારો બાળકો તેમના વાલીઓ સાથે હોસ્પિટલ પર ચડી આવ્યા. વાત જાણે એમ હતી કે આગલા દિવસે આ બાળકોને પોલિયો કેમ્પેઇનમાં પોલિયોની રસી આપવામાં આવી હતી. ના રે ના રસીમાં કાંઈ વાંધો હતો નહિ, પણ એક મસ્જિદ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે પોલિયોની રસી લીધેલા બાળકોમાં ઝાડા અને ઉલ્ટી જોવા મળેલ છે અને તમારા બાળકોને પણ થઈ શકે માટે વિચારીને રસી આપવી. આ વાતમાં કાંઈ દમ હતો નહિ પણ બેબાકળી બનેલી અબુધ પ્રજાએ કેટલાક હેલ્થ સેંટર્સને તોડી નાખ્યા અને કેટલાક હેલ્થ વર્કર્સને પાટા પથ્થરોનો સ્વાદ ચખાડ્યો એ અલગ. આ મસ્જિદની ઘોષણાની સાથે કેટલાક વેક્સિનેશન વિરોધી વાયરલ થયેલા વિડીયોએ પણ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં વેક્સિનને કારણે કોઈ તકલીફ થઈ હોય એવું શક્ય જ ન હતું. આ બધા એક માસ હિસ્ટીરિયાનો શિકાર બન્યા હતા, જેને વાસો વેગલ રીફલેક્સ દ્વારા પણ ઓળખાવી શકાય. આ સમજવા માટે બે વર્ષ પહેલાનું ગુજરાતનું મીઝલ્સ રુબેલા વેક્સિનેશન કેમ્પેઇન યાદ કરવું પડે.
1) વ્યક્તિ સ્વાતંત્ર્ય
પબ્લિક હેલ્થ માટે સ્ટેટના પાવરને લિમિટેડ કરવામાં આવ્યા તો સામે બહુજન હિતાય બહુજન સુખાય
આજથી લગભગ 100 વર્ષ પહેલાં યુએસની સુપ્રિમકોર્ટમાં એક કેશ દાખલ થયેલો. એ કેશ દાખલ કરનાર વ્યક્તિએ સરકારને પડકાર ફેંક્યો હતો કે જો હું ઈચ્છું કે મારે સ્મોલ પોક્સ (શીતળા)ની રસી નથી લેવી તો કોઈ પણ મને તેના માટે ફોર્સ કરી શકે નહીં. વળી એ સમયે કમ્પલસરી વેક્સિનેશન કાયદા અંતર્ગત જે લોકો વેક્સિનેશન ના કરાવે તેની પાસે દંડ પણ વસુલવામાં આવતો. તેની સામે સરકારી વકીલની દલીલ એવી હતી કે જો આવી રીતે બધા પોતાની સ્વતંત્રતાનો લાભ લઈને વેક્સિન મુકવાથી દૂર ભાગશે તો બહુ ઓછા લોકો ઇમ્યુનાઇઝ થશે. વળી આવા અનપ્રોટેકટેડ લોકોને કારણે આ રોગ નાબૂદ થશે નહીં અને વેક્સિનનો કોઈ મતલબ રહેશે નહીં. સુપ્રીમ કોર્ટ માટે આ ધર્મયુદ્ધ જેવી સ્થિતિ હતી. બંનેની વાતમાં દમ હતો પણ છેલ્લે કોર્ટનો ચુકાદો નરોવાકુંજરોવા જેવો જ આવ્યો.
2) ધાર્મિક માન્યતાઓ'
યુરોપના કેટલાક કેથોલિક ચર્ચ પણ વેક્સિનનો વિરોધ કરી ચુક્યા છે. આ ધર્મગુરુઓના મતે ફક્ત પ્રાર્થના જ સૌથી મોટી વેક્સિન છે. માણસને બીજી કોઈ વેક્સિનની જરૂર નથી. પ્રભુએ જે શરીર આપ્યું છે એ આ રોગો સામે લડવા સક્ષમ જ છે. વળી વેક્સિનમાં કેટલાક પ્રાણીઓના કોષોનો ઉપયોગ થતો હોવાથી પણ તેનો વિરોધ થયો હતો. 1990માં ફિલાડેલ્ફીયામાં મિઝલ્સ (ઓરી) ફેલાયો ત્યારે સૌથી વધુ પ્રાર્થના પર નિર્ભર રહેલા બાળકોનો જ ભોગ લેવાયો હતો. ત્યારે કઈક અંશે આ ધર્માંધ લોકોની આંખો ખુલી.
મિશિગન યુનિવર્સિટીના 2015ના એક રિસર્ચ પ્રમાણે ભારતમાં સૌથી વધુ વેક્સિનેશનનો દર શીખ બાળકોમાં અને ત્યારબાદ હિન્દૂ બાળકોમાં છે. ધર્મના આધારે કરાયેલા આ સર્વે મુજબ સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ પણ આ બાળકોમાં જ જોવા મળી જેની સામે મુસ્લિમ બાળકોમાં વેક્સિનેશન સૌથી ઓછું છે
3) વેક્સિનની વિશ્વસનીયતા
રશિયાના સર્વેસર્વા પુતિને કોરોનાની નવી બનેલી વેક્સિનનો પ્રથમ ડોઝ તેની પુત્રીને અપાવ્યો. લોકોમાં નવી વેક્સિન પ્રત્યે વિશ્વાસ ઉભો કરવાનો આનાથી મોટો રસ્તો કયો હોઈ શકે!?પશ્ચિમના કેટલાક દેશોમાં લોકોને વહેમ ઘુસી ગયેલો કે વેક્સિનના કારણે બાળકોમાં બહેરાશ આવી જાય છે. આ વાત મોટા પાયે ફેલાવા માંડી
5) સોસીયલ મીડિયા
વાંચો: પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક
કોરોનાની વેક્સિનમાં વૈજ્ઞાનિકો એલ્યુમિનિયમ ભેળવે છે જે તમને થોડા જ વર્ષોમાં મારી નાખશે એવું આ ક્લિપમાં ભાઈ ભાર દઈને કહે છે. એલ્યુમિનિયમ સોલ્ટ વર્ષોથી એક એડજયુવન્ટ તરીકે મિઝલ્સ, રોટા, રુબેલા, વેરિસેલા, ન્યુમોકોકલ વગેરે વેક્સિનમાં વપરાય જ છે.હજુ થોડા દિવસો પહેલા જ પુતિનની પુત્રી કોરોના વેક્સિનના ડોઝ બાદ મૃત્યુ પામી છે એવા ખોટા સમાચાર વહેતા કરવામાં આવ્યા. વળી આવા ખોટા મેસેજીસમાં એવા વૈજ્ઞાનિક કારણો અને બે ચાર પેરામીટર્સ જોડી દેવામાં આવે કે જાણે બધું સાયન્સ ફિક્શન મુવી જેવું આબેહૂબ થઈ જાય. બસ પછી આ મુવી દૂર દૂર સુધી થોડી જ મિનિટમાં પહોંચી જાય. જ્યાં પ્રણવ મુખર્જી પણ પોતાના મોતના સમાચાર જોવા જીવતા હોય એ દેશમાં કાંઈ પણ થઇ શકે!
કોરોના વેક્સિન આવી ગયા પછી શું?
વેક્સિન આવશે એટલે મુખ્ય બે વર્ગ જોવા મળશે.એક એ કે જે કોઈ પણ ભોગે, વહેલા તે પહેલાના ધોરણે, કોઈ પણ લાગવગ કે લાંચ આપીને પણ વહેલી તકે કોરોનાની વેક્સિન લેવા તલપાપડ થશે. જ્યારે બીજો વર્ગ ઉપર લખેલા તમામ અખતરાઓ કરીને, વિરોધ કરીને, પાયાવિહોણી દલીલો કરીને છેવટે મોડું તો મોડું પણ વેક્સિન લેશે જરૂર. કારણકે જો આ મહામારીને હરાવવી હોય તો એકલ દોકલ રહીને જીતી શકાય એમ નથી. જો આપણે અસ્તિત્વ ટાકાવવું હશે તો આપણો દુશ્મન પણ કોરોનાની વેક્સિન લઈને નિરોગી બને એ જરૂરી છે કારણ કે આપણે કોરોનાના વાહકોને રોકવાના છે.
વેક્સિન કેવી હશે અને કેટલી હાનિકારક હશે એ તો આવનારો સમય જ કહેશે પણ જો આ વેક્સિન થોડીઘણી વૈયક્તિક આડઅસરો છતાં કરોડો લોકોનો જીવ બચાવવા સક્ષમ હોય તો પણ આ સોદો ખોટનો નથી.
સુપર ઓવર: જેવી રીતે આ કોરોનાના સાજા થયેલા દર્દીઓ તેનું પ્લાઝ્મા ડોનેટ કરીને કોરોનાના બીજા દર્દીઓને બચાવે છે એમ એકવાર જો અંબાણી, અદાણી, ટાટા કે બિરલા પોતાનું પ્લાઝ્મા આવી રીતે ડોનેટ કરે તો દેશની મોટાભાગની જનતાની ધન બીમારી દૂર ના કરી શકાય?😂
No comments:
Post a Comment